બર્ડાઇ જયોત – આપણી સંસ્કૃતિ, આપણા વિચારોની ઓળખ

પ્રિય બર્ડાઇ બ્રહ્મ સમાજના જ્ઞાતિજનો,

ત્રિકમજી બાપુ ની જય…

“બર્ડાઇ જયોત” એ માત્ર એક સામાયિક નથી — એ આપણા સમાજની ઓળખ છે, આપણા વિચારશક્તિ અને જ્ઞાનનું પ્રતિબિંબ છે. સમાજના દરેક સભ્ય પાસે કોઈક નવી વાત છે, અનુભવો છે, શીખવવાની અને શીખવાની તાકાત છે.

આ નવા સામાયિકનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે — આપણે બધા એકબીજાના અનુભવો સાંભળીએ, વિચારવિમર્શ કરીએ અને ભવિષ્યની પેઢી માટે જ્ઞાનનો ખજાનો બનાવી શકીએ.

અમે આપ સર્વે સમાજના સાહિત્યપ્રેમી, જ્ઞાનપ્રેમી તથા સાહિત્યસર્જકોને “બર્ડાઇ જયોત” માટે લેખન તથા માહિતી આપવા માટે આવકારીએ છીએ.

આપનું યોગદાન શું હોઈ શકે?

  • આપના જીવનના અનુભવો
  • સામાજિક અને સાંસ્કૃતિક વિષયો પર લેખ
  • વેપાર, વ્યવસાય કે ઉદ્યોગ જગતની સફળતાની પ્રેરક-કથાઓ
  • ભાષા, સાહિત્ય, કલા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા લેખો
  • વ્યવસાયિક માર્ગદર્શન તથા પ્રેરક લેખો
  • ઇતિહાસ, વારસા અને પરંપરાને ઉજાગર કરતા વિષયના ચિંતન લેખો
  • યુવા પેઢી અને વિદ્યાર્થીઓ માટે શિક્ષણલક્ષી માહિતી
  • બાળકો માટે શૈક્ષણિક અને પ્રેરણાદાયક સામગ્રી
  • સમાજની ગૌરવગાથા અને લોકકથાઓ

આ બધું “બર્ડાઇ જયોત” ના પાનાઓ પર પ્રકાશિત થશે — જેનાથી આખો બર્ડાઇ બ્રહ્મ સમાજ જોડાશે, આગળ વધશે અને એકબીજાને સમૃદ્ધ બનાવશે.

આ સામાયિક આપનું છે — દરેક વાચકનો તેમાં ફાળો છે અને આવકાર છે. આપનું લખાણ, કાવ્ય, પ્રેરક પ્રસંગો, ફોટોગ્રાફી કે કોઈ પણ પ્રકારનું સર્જનાત્મક યોગદાન મોકલીને આ જ્ઞાનયાત્રામાં જોડાવા આપને વિનંતી છે.

આ સામાયિક માત્ર માહિતીનું માધ્યમ નહીં, પરંતુ સમાજના જ્ઞાન અને સમૃદ્ધિનું દર્પણ બનશે — જેમાં દરેક જ્ઞાતિજનોના વિચારોનું મૂલ્ય છે અને દરેક યોગદાન સન્માનીય છે.

વિશ્વના વિવિધ દેશોમાં વસવાટ કરતા બર્ડાઇ બ્રહ્મ-સમાજના સન્માનનીય જ્ઞાતિજનો માટે “બર્ડાઇ જયોત” એ માત્ર સામાયિક નથી, પરંતુ આપને પોતાની માતૃભૂમિ સાથે જોડતું શ્રદ્ધા અને સ્નેહનું સેતુ છે. વિદેશમાં રહીને સમાજપ્રતિ આપની લાગણી, ભક્તિ અને સંસ્કૃતિ પ્રતિ આપની પ્રતિબદ્ધતા અત્યંત પ્રશંસનીય છે.

“બર્ડાઇ જયોત” સામાયિક દ્વારા આપના અનુભવો, સફળતાની કથાઓ, વ્યાવસાયિક યાત્રા કે સંસ્કૃતિને જાળવી રાખવાના પ્રયાસોને પ્રકાશિત કરવાની તક મળશે. નવી પેઢીને પોતાની ઓળખ, મૂળ અને વારસો સમજાવવાનું શ્રેષ્ઠ માધ્યમ બનશે.

અમે આપ સૌ વિદેશમાં સ્થાયી થયેલ જ્ઞાતિજનોને આહ્વાન કરીએ છીએ કે “બર્ડાઇ જયોત” માં આપના લેખો, અનુભવો, જીવનયાત્રા કે પ્રવૃત્તિઓ અમારી સાથે અવશ્ય શેર કરો. આપના શબ્દો બર્ડાઇ સમાજના વિશ્વવ્યાપી એકતાનું પ્રતિબિંબ બની ઉભરાશે અને નવી પેઢી માટે પ્રેરણાસ્ત્રોત રહેશે.

ચાલો મળીને “બર્ડાઇ જયોત” ને સમાજના વિચારોની પ્રકાશ-પથ બનાવી દઈએ.
ચાલો સમાજના અદમ્ય ઉત્સાહને શબ્દરૂપ આપીએ.
ચાલો આપણા બર્ડાઇ બ્રહ્મ સમાજને વધુ મજબૂત બનાવીએ.

માહિતી યોગદાન માટે સંપર્ક કરો —
ઇમેલ : info@bardaijyot.com
વ્હોટ્સ એપ કોમ્યુનીટી : બર્ડાઇ જયોત પરિવાર

“આજનું યોગદાન એ કાલનો વારસો બની રહેશે…”

અભિનંદન અને આદર સહ —

બર્ડાઇ જયોત ટીમ

Start typing and press Enter to search

© બર્ડાઇ જયોત